બોટાદ : સાળંગપુર ખાતે 2 દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું સમાપન કરાયું...

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 2 દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાય હતી. જેનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું

New Update

સાળંગપુર ખાતે 2 દિવસીય કારોબારી બેઠક યોજાય

ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું સમાપન

ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠકનું સમાપન

નવા પ્રદેશ ભાજપ પ્રમુખ અંગે હાલ કોઈ નિર્ણય નહીં

મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 2 દિવસીય ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાય હતી. જેનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા BAPS સ્વામિનારયણ મંદિર-સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 2 દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ બેઠક અગાઉ એવી ચર્ચાઓ સેવાઈ રહી હતી કેભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે. જોકેઆ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે.

કારણ કેકારોબારીમાં નવા પ્રદેશ અધ્યક્ષ અંગે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. સાળંગપુર ખાતે મળેલી ગુજરાત પ્રદેશ ભાજપની 2 દિવસીય કારોબારી બેઠકનું સમાપન થયું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલકેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીશિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલપૂર્વ મંત્રી પુર્ણેશ મોદીપોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાજામનગરના સાંસદ પૂનમ માડમધારાસભ્ય રીવાબા જાડેજાધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓઆગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories