બોટાદ : ઘરકંકાસમાં પત્ની અને ભાભીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે દબોચ્યો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ઝડપી પાડ્યો છે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ઝડપી પાડ્યો છે. મિલકત અંગે છેલ્લા ઘણા સમમયથી ચાલી રહેલા ઘરકંકાસથી કંટાળીને આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકિને પોતાની પત્ની અને ભાભીની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ગામે ભીખુ સુરસંગ ડોડીયાએ ગત તારીખ 31/08/2021 નાં રોજ પોતાની પત્ની હર્ષાબેન તથા ભાભી ધીરજબેન ઉર્ફે કૈલાશબેન રણજીતભાઈ ડોડીયાની છરી વડે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને સ્ટાફ સાથે ગુંદા ગામે દોડી આવ્યા હતા અને હત્યાનું કારણ અને હત્યારાને પકડવા માટે બોટાદ જિલ્લા પોલીસની એસ.ઓ.જી શાખા એલ.સી.બી શાખા તેમજ રાણપુર પોલીસ સહિતની 70 પોલીસ કર્મીઓની વિવિધ ટીમો બનાવી આરોપીને પકડવાની કવાયત હાથ ધરી હતી. જોકે પોલીસે ગુંદા ગોધાવટા વચ્ચે સીમમાં આવેલી આરોપી ભીખુ સુરસંગ ડોડીયાની વાડીનો વિસ્તાર કોર્ડન કર્યો હતો, જેને લઈ આરોપી બોટાદની ગોધાવટા ચોકડી પાસેથી બાઈક લઈ ભાગવા જતાં પોલીસ ચેકીંગ દરમિયાન તે જોઈને બાઈક છોડી ભાગવા જતાં પોલીસની સંયુક્ત ટીમોએ પકડી પાડ્યો હતો, પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું કે, મિલ્કત બાબતે પરિવારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કંકાસ બાબતે હત્યા કરી હતી, હત્યા કરવા પાછળ કારણ પત્ની અવાર-નવાર ઝઘડા કરતી હતી અને આરોપીએ ત્રાસી જઈને ભાભી અને પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી બંનેના ઢીમ ઢાળી દીધા હતા.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT