બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરે રંગોત્સવ ઉજવાયો,મંદિર પટાંગણમાં 80 ફૂટ ઉંચેથી ભક્તો પર રંગોનો કરાયો બ્લાસ્ટ

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો.51 હજાર કિલો નેચરલ કલર અને 500 જેટલા

New Update

સાળંગપુર હનુમાનજી મંદિરે સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો

દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરાયો

51 હજાર કિલો નેચરલ કલરનો રંગોત્સવમાં કરાયો ઉપયોગ

500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર ઉત્સવની ઉજવણી

80 ફૂટ ઉંચેથી મંદિરના પટાંગણમાં ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા 

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો.51હજાર કિલો નેચરલ કલર અને500જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર70થી80ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા.જેમાં50નાસિક ઢોલના તાલે હજારો હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા.

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાં આવ્યા હતા.ત્યાર બાદ રંગોત્સવનો પ્રારંભ કરાયો હતો.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. અલગ અલગ પ્રકારના51હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સપ્તધનુષ્યની થીમ ઉપર70થી80ફૂટ ઊંચા કલરના500જેટલા બ્લાસ્ટ કરાયા હતા.10હજાર કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.જ્યારે50થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી.ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવીને હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો. દાદાના સાનિધ્યમાં ધુળેટી પર્વની ઉજવણી કરવાનો લાભ મળતા હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Read the Next Article

પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા

New Update

ઘોઘંબામાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ

નવનિયુક્ત હોદ્દેદારોની કરાઈ વરણી

અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી

રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં આવી નથી.

તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને  રાજીનામુ આપે તેવી માંગ પણ તેઓએ કરી હતી.