/connect-gujarat/media/post_banners/eec369fe215e5e7a80c3f4bccdda957086ca53ba761cb6dc801c1d7d0cdaf2e1.webp)
1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂંક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.
તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.