બ્રિટન : 7 બાળકની હત્યા કરનાર નર્સને મળી આજીવન કેદની સજા, જોડિયા બાળકોને બનાવતી હતી ટાર્ગેટ…..

New Update
બ્રિટન : 7 બાળકની હત્યા કરનાર નર્સને મળી આજીવન કેદની સજા, જોડિયા બાળકોને બનાવતી હતી ટાર્ગેટ…..

બ્રિટનની માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે 7 બાળકની હત્યા કરવા બદલ એક નર્સને આજીવન કેદની સજા ફટકારી છે. આ નર્સનું નામ છે લુસી લેટબી. સોમવારે જ્યારે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારે જજ જસ્ટિસ ગોસે કહ્યું- લેટબીએ કોર્ટમાં આવવાની ના પાડી દીધી છે, તેથી દોષિતની ગેરહાજરીમાં જ સજાની જાહેરાત કરવામાં આવશે.

આ પછી સજાની જાહેરાત કરવામાં આવી હતી. લેટબીને કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલ ખાતે 7 બાળકની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી. આ સિવાય 6 બાળકને મારવાના પ્રયાસનો આરોપ પણ સાબિત થયો છે. તમામ ઘટનાઓ જૂન 2015થી જૂન 2016 વચ્ચે બની હતી. ભારતીય મૂળના ડૉક્ટર રવિ જયરામ પણ લેટબી વિરુદ્ધ સાક્ષી હતા.

Latest Stories