છોટાઉદેપુર: ડુપ્લીકેટ દસ્તાવેજ થકી વૃદ્ધ પેન્શનનો લાભ લેવાના કૌભાંડથી ખળભળાટ

પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુ જયસ્વાલે  જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા હાલ તો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી

New Update

છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી બાદ વધુ એક કૌભાંડ

 વૃદ્ધ પેન્શન યોજનાના કૌભાંડનો થયો પર્દાફાશ 

 દંપતીએ ખોટા દસ્તાવેજ બનાવી વૃદ્ધ પેન્શનનો લીધો લાભ 

 મામલતદાર કચેરી પણ શંકાના દાયરામા 

 આ મુદ્દે તાલુકા પંચાયતના સભ્યએ તપાસ માટે કરી રજૂઆત 

છોટાઉદેપુર જિલ્લાના  ખાપરીયા ગામના આશા વર્કર અને બેંકમાં વી.સી તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન મેળવતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જે અંગે  ભાજપના તાલુકા પંચાયતના સભ્યએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વર્ષથી ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી વૃદ્ધ પેન્શન મેળવી સરકારને ચૂનો લગાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામે રહેતા રાઠવા વિનુભાઈ રામદાસ ભાઈ બેંકમાં વી.સી તરીકે કામગીરી કરે છે. તેમજ તેઓની પત્ની નયનાબેન વિનુભાઈ રાઠવા આશા વર્કર તરીકે ફરજ બજાવે છે.પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુ જયસ્વાલે  જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા હાલ તો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. 

જ્યારે વૃદ્ધ પેન્શન મેળવવા ઉંમર પુરાવા માટે આધારકાર્ડ સહિત અન્ય દસ્તાવેજ અને બી.પી.એલ કાર્ડની જરૂરિયાત હોતી હોય છેત્યારે આ પતિ અને પત્નીએ વૃદ્ધ પેન્શનના ખોટા દસ્તાવેજો અને આધાર પુરાવા રજુ કરી વર્ષ સુધી વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લીધો છેઆશ્ચર્યની વાત તો એ છે કે બંનેની ઉંમર 60 વર્ષની થતી જ નથી ત્યારે વૃદ્ધ પેન્શનનો લાભ મામલતદાર કચેરી દ્વારા કેવી રીતે આપવામાં આવ્યો તે તપાસનો વિષય બની ગયો છે.અને નસવાડી મામલતદાર કચેરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના કૌભાંડની બોલબાલા હતી પરંતુ હવે બીજું એક નવું કૌભાંડ વૃદ્ધ પેન્શનનું બહાર આવ્યું છે. 

Latest Stories