Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : વિદ્યાર્થીનીઓને અપાતાં ભોજનમાં નીકળી ઈયળ, જુઓ પછી શું થયું..!

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના લીન્ડા ટેકરા ગામે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલીત શિક્ષણ સંકુલ ખાતે ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

X

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના લીન્ડા ટેકરા ગામે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલીત શિક્ષણ સંકુલ ખાતે ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

નસવાડી તાલુકાના લીંડા ખાતે ઘારસીમેલ, પીસાયતા, ઘૂંટીયાઆંબા કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડેલ સ્કૂલ નસવાડી આવેલી છે. જેમાં 1000 હજાર જેટલી વિધાર્થીનીઓને રહેવા તેમજ જમવાની સુવિધા આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ધોરણ 6થી 12ની શાળામાં કન્યાઓને 2 ટાઈમ જમવાનું તેમજ 2 ટાઈમ નાસ્તાની સુવિધા સરકાર દ્વારા કરાય છે. જોકે, શાળામાં જીવાતવાળું જમવાનું અપાતાં વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવી રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ થાળીઓ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત મેન્યુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું અને જીવાત-ઈયળવાળું ભોજન આપવામાં આવે છે. સાથે જ ભોજન પૂરતું આપવામાં નહીં આવતું હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલાની જાણ વિદ્યાર્થિનીઓએ માતા-પિતાને કરતા વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા. સતત 2 દિવસથી ભૂખ્યા રહેવાની આપવીતી વર્ણવતા વિધાર્થીનીઓની આખોમાં આંસુ સરી પડ્યા હતા.

Next Story