/connect-gujarat/media/post_banners/00004b091c912cc928cbfbe73c3b9dfab653ee23171f01f215760d4656ee1f04.jpg)
નસવાડી તાલુકાની રતનપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને મજૂરી કામ કરાવતા ગામના યુવક દ્વારા બાળકોનો મજૂરીકામ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો. નસવાડી તાલુકાના રતનપુર ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ૨૨૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં 7 શિક્ષકો ફરજ બજાવે છે અને નદીકિનારે પ્રાથમિક શાળા આવેલી છે જેને કારણે શાળામાં ભણતા બાળકો પાસે શિક્ષક નદીમાંથી પથ્થર વીણાવીને શાળાના કેમ્પસમાં નખાવે છે તેમજ કેમ્પસમાં માટી કામ શિક્ષક દ્વારા કરવામાં આવે છે. જેને લઇને ગામના લોકોએ શિક્ષકને વારંવાર રજૂઆત કરીને બાળકો પાસે મજૂરી કામ ન કરવા રજૂઆત કરી હતી. ત્યારે ગામના જાગૃત યુવાનએ અલગ અલગ દિવસે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જેનાથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે.