ગુજરાતના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીનો નિર્ણય, વધુ 151 એસ.ટી. બસનો ઉમેરો

ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.

New Update
ગુજરાતના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીનો નિર્ણય, વધુ 151 એસ.ટી. બસનો ઉમેરો

ગુજરાત રાજ્યના નાગરિકો માટે યાતાયાતની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આગામી સમયમાં નવી 151 જેટલી એસ.ટી. બસ નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

Advertisment

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી સમયમાં નવી 151 જેટલી એસ.ટી. બસનો ઉમેરો કરાશે. આ એસ.ટી. બસ નિગમના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. જોકે, આ 151 નવી સુપર એક્સપ્રેસ બસની વિશેષતાની વાત કરીએ તો, બસમાં આરામદાયક સુવિધા માટે હાઈબેક શીટ, VLT અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Advertisment