Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: ઓરસંગ નદીના કાંઠા વિસ્તારમાં મોટાપાયે ધોવાણ, ખેડૂતો ચિંતામાં

ઓરસંગ નદીના કાંઠા વિસ્તારમાં ધોવાણ, ખેતરો નદીમાં ગરકાવ, સંરક્ષણ દીવાલ બનાવવાની માંગ.

X

છોટાઉદેપુર જિલ્લા માથી પસાર થતી ઓરસંગ નદીએ કેટલાક વિસ્તારો માં પોતાનું કુદરતી વહેણ બદલી નાખતા કિનારાનું ધોવાણ થતાં ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે.

સતત ધોવાણ થતું જોતાં આજે ખેડૂતો તેમના ખેતરો નદીમાં સરકી જતાં જોઈ રહ્યા છે. જેને લઈ સરકાર નદી કિનારા પાસે સંરક્ષણ દીવાલ બનાવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી જિલ્લાની સૌથી મોટી નદી છે.મધ્ય પ્રદેશમાથી નીકળી ચાદોદ ખાતે નર્મદા માં ભળે છે. ઓરસંગ નદીમાં પાણીના ભરાવાને લઈ આસપાસના વિસ્તારોમાં પાણીના જળસ્તર જળવાઈ રહે છે પણ ખાણ માફિયાઓની નજર ઓરસંગ નદીની સફેદ સોનું ગણાતી નદી પર પડી છે.

પુષ્કળ પ્રમાણમાં રેતીનું ખનન થવાને લઈ આજે નદીનું કુદરતી રૂપ બદલાઇ ગયું છે. કેટલાક ખેડૂતોનો આક્ષેપ પણ છે કે રેતીનું ખનન થવાને લઈ નદીએ તેનું વહેણ પણ બદલી નાખ્યું છે. જે નદીનો પ્રવાહ નદીના વચ્ચે થી વહેતો હતો તે હવે કિનારા તરફથી વહી રહ્યો છે. જેને લઈ હવે કિનારા ધોવાઈ રહ્યા છે .

Next Story