Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : વેકસીનેશન માટે ચાર કીમીની "પદયાત્રા", પાકા રસ્તાના અભાવે કર્મચારીઓને હાલાકી

આરોગ્ય કર્મચારીઓનો વેકસીનેશન માટે પરિશ્રમ, નસવાડીના કુંડા ગામે જવાનો પાકો રસ્તો જ નથી.

X

જંગલો અને પર્વતમાળાઓથી ઘેરાયેલાં છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડાઓમાં જવા માટે પાકા રસ્તા બન્યાં નથી. માળખાકીય સુવિધાઓના અભાવ વચ્ચે આરોગ્ય કર્મચારીઓનો અથાગ પરિશ્રમ ઉડીને આંખે વળગી રહયો છે.

ચોમાસાની મોસમમાં છોટાઉદેપુર જિલ્લામાં ચારે તરફ હરિયાળી અને નદીઓ અને ખાડીઓમાં વિપુલ જળરાશિ જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાનું કુદરતી સૌદર્ય ભલે લોકોને આર્કષતું હોય પણ એક કડવી વાસ્તવિકતા પણ છે. નસવાડી તાલુકાના કુંડા ગામમાં જવા માટે પાકો રસ્તો બન્યો નથી. જેના કારણે આરોગ્ય કર્મચારીઓને ચાર કીલોમીટર સુધી પગપાળા જવાની ફરજ પડી રહી છે.

કોરોના મહામારીમાં પણ આરોગ્યની ટીમ દરેક પરિસ્થિતિમાં ગામલોકોના આરોગ્યની ચિંતા કરી ડુંગર વિસ્તારના ડુંગર,કોતરો અને નદીઓ પાર કરી ગામડાઓમાં પહોંચી લોકોને વેકસીન આપી રહી છે. ડુંગરોની વચ્ચે આવેલાં કુંડા ગામે રહેતાં 67 લોકોને વેકસીનેટેડ કરી દેવાયાં છે. હજુ અહીં ગ્રામ્ય વિસ્તારમાં 142 લોકોનું રસીકરણ હજી બાકી છે.

Next Story