છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટા અમાદ્રા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામા નાખી પગદંડી રસ્તા પર થઈ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી હતી.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટા અમાદ્રા ગામે રોડ રસ્તાના અભાવે લોકોને મુખ્ય રસ્તા સુધી આવવા માટે બે કિ.મી.સુધી પગપાળા ચાલવું પડે છે. રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામા નાખી પગદંડી રસ્તા પર થઈ મુખ્ય રસ્તા સુધી લઈ જવામાં આવ્યા હતા.નજીકમાં હોસ્પિટલના અભાવે 108 દ્વ્રારા પંચમહાલ જિલ્લા ઘોઘંબા ગામે લઈ ગયા બાદ તેમણે સારવાર આપવા આવી હતી ત્યારે ગામમાં પાકો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે