સુરેન્દ્રનગર પાટડી-જૈનાબાદ રોડ પર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

સારવાર મળે તે પહેલા ક્લીનરનું મોત નિપજવા પામ્યુ હતું. સમગ્ર મામલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

New Update
ગમખ્વાર અકસ્માતમાં ક્લીનરનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જૈનાબાદ રોડ પર 2 ટ્રકો વચ્ચે સામસામે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પાટડી પાસે માવસર ઝાડી પાસે બે ટ્રક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે ક્લીનરનું મોત અને ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. 

મળતી માહિતી મુજબસુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી-જૈનાબાદ અને દસાડા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છેત્યારે જૈનાબાદ પાટડી રોડ પર માવસર ઝાડી પાસે 2 ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતોત્યારે ગમખ્વાર અકસ્માતમાં એક ક્લીનરને ગંભીર ઇજાઓના પગલે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યારે ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.

ત્યારે પાટડી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાઓને પગલે ક્લીનરને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતોત્યારે સારવાર મળે તે પહેલા ક્લીનરનું મોત નિપજવા પામ્યુ હતું. સમગ્ર મામલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories