Connect Gujarat
ગુજરાત

CM ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવતી કાલે ભરૂચમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ અંગે સેમિનાર યોજશે

CM ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવતી કાલે ભરૂચમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ અંગે સેમિનાર યોજશે
X

વાયબ્રન્ટ ગુજરાત -2024 ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શનિવારે ભરૂચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પેટ્રોકેમિકલ્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જોઈએ આ ક્ષેત્ર ગુજરાતના વિકાસમાં કેવું યોગદાન આપી રહ્યું છે.

આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ગુજરાત સરકાર શનિવારે ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ પર સેમિનારની યજમાની કરશે. ‘ફ્યૂચરકેમ ગુજરાત: શેપિંગ ટુમૉરો કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી શીર્ષક હેઠળ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારનો ઉદ્દેશ્ય રાજ્યના રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના ટકાઉ ભાવિ માટે એક રોડમેપ તૈયાર કરવાનો તેમ જ નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને વૈશ્વિક ઉદ્યોગ નિષ્ણાતોને સાથે લાવવાનો છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ આ અંગેની વિગતો આપી હતી અને ભારતના "પેટ્રો કેપિટલ" તરીકે ગુજરાતના ગૌરવને રેખાંકિત કર્યું. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સના સંદર્ભમાં રાજ્યના વ્યૂહાત્મક ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો. "ભારતના કુલ રાસાયણિક ઉત્પાદનનો 35% ગુજરાતમાંથી આવે છે. કેમિકલ ક્ષેત્રમાં પણ ભારત 47% રસાયણોની નિકાસ કરે છે."

ભરૂચ ખાતેના આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રસાયણ અને ખાતર પ્રધાન મનસુખભાઈ માંડવિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ભાગ લેશે. સેમિનારમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગના અગ્રણીઓ પણ ભાગ લેશે.

Next Story