New Update
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરોનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતી પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.
Latest Stories