Connect Gujarat
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે ડ્રોનથી યુરિયા ખાતરના છંટકાવનો કરાવ્યો પ્રારંભ,ખેડૂતોને થશે ફાયદો

ડ્રોનથી યુરિયા નો છંટકાવ થી 95 ટકા પાણીની બચત થશે. તેમજ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સીએમ દ્વારા અપીલ કરવામાં આવી

CM ભૂપેન્દ્ર પટેલે ડ્રોનથી યુરિયા ખાતરના છંટકાવનો કરાવ્યો પ્રારંભ,ખેડૂતોને થશે ફાયદો
X

રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીમાં નવતર પ્રયોગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મોટા ઈસનપુર થી ઇફ્કો નેનો યુરિયા છંટકાવ યોજના નો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે.રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામજોધપુર તાલુકામાં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


જેના થકી 1500 એકરના બે થી ત્રણ ગામના ક્લસ્ટર બનાવી નેનો યુરિયા નો છંટકાવ કરવામાં આવશે ખેડૂત કેવી રીતે આગળ આવે તેવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કર્યા છે. તમામ ક્ષેત્રમાં લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરાઈ રહ્યો છે.પીએમ મોદી ખેડૂતો અને સામાન્ય લોકો કેવી રીતે આગળ આવે તે માટે પ્રયાસો કરે છે.ડ્રોનથી યુરિયા નો છંટકાવ થી 95 ટકા પાણીની બચત થશે. તેમજ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સીએમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કુલ રૂ.1200 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

જેના થકી 1500 એકરના બેથી ત્રણ ગામના ક્લસ્ટર બનાવી નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવશે.જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.2300 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે.

Next Story