New Update
/connect-gujarat/media/post_banners/f5c06e0b007a24186a8a76ab1b38a13ba6ddacad31507ee85d7e9f631c0215e7.webp)
રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
/connect-gujarat/media/post_attachments/bd41a0947e8fce3ad06cdaffd7cfb1cb0f0fef1f33efa7ed9ac643450db19c52.webp)
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.