CM ભુપેન્દ્ર પટેલે જામનગરના વરસાદમાં અસરગ્રસ્ત થયેલ ગાંધીનગર વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો

New Update
CM ભુપેન્દ્ર પટેલે જામનગરના વરસાદમાં અસરગ્રસ્ત થયેલ ગાંધીનગર વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.


મુખ્યમંત્રીએ આ અસર ગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.

તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Latest Stories