ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતા ઉજવણી,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતા ઉજવણી,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
New Update

યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે રાજ્યાના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સંદર્ભે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાસ ગરબાના વિવિધ પ્રકારોને સમાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે અમદાવાદ, પાવાગઢ, અંબાજી અને બહુચરાજી ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

#Gujarat #CGNews #CM Bhupendra Patel #declaring #celebration #Garba #Intangible Cultural Heritage #UNESCO
Here are a few more articles:
Read the Next Article