/connect-gujarat/media/post_banners/5c47c626575cf1eea027356ffd8844b39ab4c54b3487a5a5d0f46d2ecb2123d9.jpg)
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે સીએમ રૂપાણીએ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે છૂટછાટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જો પરિસ્થિતિ ખરાબ થશે તો ફરીથી નિયંત્રણ લગાવવામાં ઘડીભરનો વિચાર નહીં કરવામાં આવે અને પાછા નિયમો લાગુ કરી દેવામાં આવશે.
કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો પણ સમયની સાથે સ્થિતિ કાબૂમાં લીધી હતી પરંતુ હજુ કોરોના મહામારી ગઈ નથી ત્યારે સીએમ રૂપાણીએ કહ્યું કે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે બીજી લહેરના કેસ ઘટી રહ્યા છે અને આપણે તેને કંટ્રોલ કરી લીધો છે પરંતુ એનો અર્થ એવો નથી કે કોવિડ પૂરો થઈ ગયો છે. કોરોના ચાલુ જ છે અને કોરોનાની ગંભીરતાને લઈને આપણે નિયમો પાળવા જ પડશે જો પરિસ્થિતી કાબૂ બહાર જશે તો ફરીથી નિયંત્રણો લગાવવામાં આવશે. રથયાત્રા મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે જેમ જેમ સમય જાય તેમ સમકાલીન યોગ્ય પગલાં લઈશું. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યા સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું નથી અને સીમિત નિયંત્રણ સાથે આપણે ચાલુ રાખ્યું હતું પણ હવે જવાબદારી પ્રજાની છે. આપણે ભીડ એકઠી ન કરીએ, માસ્ક પહેરીએ. છૂટ આપી છે તેનો અર્થ એ નથી કે નિશ્ચિત થઈ જઈએ.