Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે : હવામાન વિભાગ

સમગ્ર રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

X

સમગ્ર રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થયા છે, જેથી લઘુતમ તાપમાન પણ ગગડી રહ્યું છે, અને લોકોને વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે દિવાળી બાદ શિયાળાની શરૂઆત થતી હોય છે. સમગ્ર ગુજરાતમાં દિવાળીના દિવસથી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ છે. ખાસ કરીને રાજ્યમાં દિવાળીના દિવસે સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, અને ઠંડીએ જોર પકડ્યું છે. વહેલી સવારે અને સાંજના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિ છેલ્લા 15 દિવસથી વર્તાઈ રહી છે, પરંતુ રવિવારે દિવાળીના દિવસથી દિવસ દરમિયાનનું તાપમાન પણ ઘટ્યું હોવાથી લોકોને વધુ ઠંડીનો અહેસાસ થાય છે. જોકે, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. આ સાથે જ ચાલુ વર્ષે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.

Next Story