લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના ઓર્ડરો ફાટ્યા

નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરી છે. મોટાભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી

New Update
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના ઓર્ડરો ફાટ્યા

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરી છે. મોટાભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે.  મહિના અગાઉ રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. તો 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.

બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી. પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે. શાહની ડીસી-એલઆર, O/o કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી. આણંદ જિલ્લાના બોરસદમાં પ્રાન્ત ઓફિસર એચ. ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાન્ત ઓફિસર તરીકે કરવામાં આવી છે. અમદાવાદના સાણંદ (ઓલ્ડ-વેજલપુર)ના પ્રાન્ત ઓફિસર જય કુમાર બારોટની પાટણના સિદ્ધપુરમાં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે.

તે સિવાય બનાસકાંઠાના પાલનપુરના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કિરીટ કે. ચૌધરીની સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા ચાંદની પરમારની રાજકોટ જિલ્લા રાજકોટ શહેર-1માં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પ્રાન્ત ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર. એસ. દેસાઇની અમદાવાદ જિલ્લાના વિરમગામના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. ઉપરાંત સાબરકાંઠાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર બળવંતસિંહ રાજપૂતની સાબરકાંઠાના હિંમતનગરમાં ડીસી-સ્ટેમ્પ ડ્યૂટી તરીકે બદલી કરાઇ છે. ડાંગના આહવાના પ્રાન્ત ઓફિસર પ્રીતેશ પટેલની તાપીના વ્યારાના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. તાપીના વ્યારાના પ્રાન્ત ઓફિસર એસ. કે. મોવલિયાની ડાંગના આહવાના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ છે.

તો બોટાદના પ્રાન્ત ઓફિસર ચરણસિંહ ગોહિલની જૂનાગઢના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. જૂનાગઢના પ્રાન્ત ઓફિસર ભૂમિ. બી. કેશવાલાની સાબરકાંઠાના ડેપ્યૂટી ડીઇઓ તરીકે બદલી કરાઇ હતી. છોટાઉદેપુરના પ્રાન્ત ઓફિસર મયૂર પરમારની આણંદના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. ભરૂચના પ્રાન્ત ઓફિસર રોનક શાહની ધોરાજી-રાજકોટના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરાઇ છે. ડાંગના સાપુતારા એરિયા નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની ડે. કંટ્રોલર-સિવિલ ડિફેન્સ ભાવનગર ખાતે બદલી કરાઈ છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.