ભેંકરા ગ્રા.પંની સરાહનીય કામગીરી
દિવસ દરમિયાન સર્વરની રહે છે મુશ્કેલી
ખેડૂત સહાયના ફોર્મ ભરવામાં પડતી હતી મુશ્કેલી
પંચાયત દ્વારા રાત્રી દરમિયાન કામગીરી શરૂ કરાઈ
ખેડૂતોએ પંચાયતની કામગીરી બિરદાવી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભેંકરા ગ્રામ પંચાયત દ્વારા રાત્રી દરમિયાન ખેડૂતોના સહાય ફોર્મ ભરીને ઉદાહરણરૂપ દાખલો દર્શાવ્યો છે.દિવસ દરમિયાન સર્વર ડાઉન રહેતા પંચાયતે પ્રસંશનીય કામગીરી કરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેંકરા ગામ ગીરના જંગલની બોર્ડરને અડીને આવેલું ગામ છે.જ્યારે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તાપણું કરીને બેઠેલા ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા છે.
ભેંકરા ગામમાં દિવસે સર્વર ડાઉન રહેતું હોવાના કારણે ખેડૂતોને એક ફોર્મ ભરવામાં 15 મિનિટ થાય છે, અને અચાનક સર્વર ડાઉન થતા એરર આવી જાય છે. જેના પરિણામે ખેડૂતોની પરેશાની વધી રહી છે, આથી ભેંકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવે છે.અને મોડી રાત્રી સુધી આ સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ભેંકરા ગામે જોવા મળી રહી છે.
સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું તેમાં થોડો ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે,પણ સરકાર દ્વારા જે રીતે ખેડૂતોને સહાય જાહેર કરી તેમાં ખેડૂતોને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી સરકાર રાખી રહી છે.નેટ કનેક્ટિવિટી સાથે સર્વર ડાઉન રહેતું હોવાથી દિવસે ફોર્મ નથી ભરાતું તેથી રાત્રિ દરમિયાન પંચાયતના વી.સી.ફોર્મ ભરીને ખેડૂતોની વેદનાઓ પર મલમ રૂપી કાર્ય કરી રહ્યા છે.