કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, SOU સ્ટાફની કરી પ્રસંશા

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ જીગ્નેશ મેવાણીએ મુલાકાત પોથીમાં નોંધ કરતા લખ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરની મુલાકાત તેમને અત્યંત અદ્ભુત લાગી.

New Update
Jignesh Mewani
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પરિવાર સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતા નગરના વિવિધ આકર્ષણોની પ્રશંસા કરી હતી. મુલાકાત બાદ જીગ્નેશ મેવાણીએ મુલાકાત પોથીમાં નોંધ કરતા લખ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરની મુલાકાત તેમને અત્યંત અદ્ભુત લાગી. ખાસ કરીને એકતા નર્સરી જોઈને તેમને ખૂબ આનંદ થયો હતો. જે રીતે નર્સરીનું નિર્માણ અને જાળવણી કરવામાં આવી છે તે સરાહનીય હોવાનું તેમણે જણાવ્યું હતું.

Jignesh Mewani

તેમણે વધુમાં લખ્યું કે અહીં આવતા દરેક વ્યક્તિએ આ સ્થળનો નઝારો જરૂર જોવા જેવો છે. એકતા નગરમાં આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરાયેલા સાત્વિક ભોજનનો સ્વાદ માણવાનો અનુભવ પણ તેમણે યાદગાર ગણાવ્યો. બહેનોના શ્રમનો નફો તેમને જ મળે છે તે જોઈને વધુ આનંદ થયો હોવાનું પણ તેમણે નોંધ્યું. સાથે સાથે અહીં મળતા હેન્ડિક્રાફ્ટની પણ પ્રશંસા કરી હતી.મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફનો આભાર માનતા જણાવ્યું કે સ્ટાફ મિત્રોએ જે પ્રેમ અને ઉમળકાથી તેમને ફરાવ્યા તે બદલ તેઓ દિલથી આભારી છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પ્રતિમાનું નિર્માણ કરનાર ટીમ તેમજ પ્રધાનમંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
Latest Stories