કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”ના રૂટનો સર્વે કરવા કોંગ્રેસની ટીમના નર્મદા જીલ્લામાં ધામા...

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી,

New Update
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”ના રૂટનો સર્વે કરવા કોંગ્રેસની ટીમના નર્મદા જીલ્લામાં ધામા...

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા માટે કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી, જ્યાં વિવિધ રૂટ અને સ્થળનું નિરીક્ષણ કરી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ બાદ હવે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત કરી છે. આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી એટલે કે, મણિપુરથી મુંબઈ સુધી જશે, ત્યારે આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની હોય જેથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયરીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસની ટીમ નર્મદા જીલ્લા ખાતે આવી પહોચી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના નેતા ઇંદ્રનીલ રાજ્યગુરુ, જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલા, રામકૃષ્ણ ઓઝા સહિતના કોંગી આગેવાનો અને કાર્યકરોએ નર્મદા જિલ્લાના વિવિધ રૂટ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ, અનેક જિલ્લાના કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, જે બાબતે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પૂર્વે ઘણા લોકો કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા જે દુઃખની વાત છે. એમનો કોંગ્રેસમાં દબદબો હતો, અને એના કરતાં સવાયો થાય તેવી શુભેચ્છાઓ આપીએ છે, જ્યારે કોંગ્રેસના નેતા ઇંદ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યુ હતું કે, જે લોકો આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે, એ જુએ છે. પણ ભાજપમાંથી કોંગ્રેસમાં કેટલા લોકો આવી રહ્યા છે, એ નથી જોતા. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી કાર્યક્રમમાં સૂચરું આયોજન માટે ચર્ચા વિચારણા કરી હતી.

Latest Stories