ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, વેલમાં ઘૂસી આવેલા 11 ધારાસભ્યો સસ્પેન્ડ...

આજ બપોરના 12 વાગ્યાથી વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થતાની સાથે જ કોંગ્રેસના 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

New Update
ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, વેલમાં ઘૂસી આવેલા 11 ધારાસભ્યો સસ્પેન્ડ...

આજ બપોરના 12 વાગ્યાથી વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થતાની સાથે જ કોંગ્રેસના 11 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અંતિમ સત્ર નો આજથી પ્રારંભ થયો છે, ત્યારે 2 દિવસીય સત્ર પ્રથમ દિવસે જ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને વિપક્ષના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ 'ન્યાય આપો', 'ન્યાય આપો'ના સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન કેટલાક ધારાસભ્યો વેલમાં ઘૂસી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને જગ્યાએ બેસવા અધ્યક્ષ નિમા આચાર્યએ ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં આ પ્રમાણે પ્રદર્શન નહીં કરી શકાય. જે બાદ શૈલેષ પરમારે આંદોલન પ્રમાણે ચર્ચા કરવાનો સમય માંગ્યો હતો, તો જીતુ વાઘાણીએ કોંગ્રેસ સભ્યોના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. ન્યાય આપોના નારા સાથે વેલમાં ઘૂસી ગયેલા ધારાસભ્યોને સાર્જન્ટ ગૃહની બહાર લઈ ગયા હતા. 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થતાની સાથે જ વેલમાં ઘુસી ગયેલા કોંગ્રેસના 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વેલમાં હોબાળો કરતા જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, કાંતિ ખરાડી, નૌશાદ સોલંકી, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, અમરીશ ડેર, પુના ગામીત, ચંદનજી ઠાકોર, ઈમરાન ખેડાવાલાને સસ્પેન્ડ કરાયા હતા. જે બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે, સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ કર્મચારીઓના પ્રશ્નો વિશે વાત કરવાની કોંગ્રેસ વાત કરી, તો તેની ચર્ચા કરવા માટે સરકાર પાસે સમય નથી. મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, તેની ચર્ચા નથી કરવી. આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરતા અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Latest Stories