નર્મદા : એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ 2025નો કાર્યક્રમ યોજાયો

કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025નો કાર્યક્રમ યોજાયો

New Update
  • સંવિધાન હત્યા દિવસની ઉજવણી

  • એકતાનગર સ્થિત યોજાયો કાર્યક્રમ

  • રાજ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમ

  • દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ થયા પૂર્ણ

  • સિગ્નેચર કેમ્પેઇનમાં પણ સૌએ લીધો ભાગ

ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ– 2025નો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ– 2025નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નાગરિકોને પ્રાસંગિક પ્રવચનડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ નાટ્ય દ્વારા રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી મુખ્યમંત્રીને પણ સૌએ ઓનલાઈન માધ્યમથી સાંભળ્યા હતા. કાર્યક્રમ બાદ એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઇનમાં સૌએ ભાગ લઈ બોર્ડ પર સહી કરી હતી,અને કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન નિહાળ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કેભારત દેશમાં વર્ષ ૧૯૭૫માં આજના દિવસે તત્કાલિન સરકાર દ્વારા લોકશાહીને બાજૂએ રાખી દેશભરમાં આજના દિવસે કટોકટી લાગુ કરી હતી. કોઈપણ કારણ વિના બળજબરીથી સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો-આગેવાનો અને નાગરિકોને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. આ કટોકટીના સમયમાં લડત આપનારારાષ્ટ્રમાટે સમર્પિત અને જે લોકો તેમાં ભોગ બન્યા તે તમામને યાદ કરવા માટેનો આ દિવસ છે. કટોકટી લાગુ થવાથી દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ હતી. તેથી જ લોકતંત્રને ટકાવી રાખવા અને વ્યક્તિ સ્વાતંત્રયના અધિકારોને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સૌ નાગરિકોને તેમાં સહભાગી બનવા તેઓએ આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ,જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીપૂર્વ મંત્રી શબ્દશરણ તડવીજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતા તડવીજિલ્લા કલેકટર એસ.કે. મોદીસ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાનાંદોદના પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવીજિલ્લા રમત વિકાસ અધિકારી  દિનેશ ભીલમાય ભારત નર્મદાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ચંદ્રકાન્ત બક્ષીનાયબ કલેક્ટરસંગઠનના અગ્રણીઓકાયદા નિષ્ણાંતોમાય ભારતના સ્વયંસેવકો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.