સાબરડેરીમાં વિવાદ છંછેડાતા રાજકીય ગરમાવો
3.50 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન
કોંગ્રેસ દ્વારા દૂધમાં ભેળસેળના કરાયા આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપ સાથે એમડીને પાઠવ્યું આવેદનપત્ર
એમડીએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં ઘેરાય છે,ત્યારે કોંગ્રેસના પ્રતિનિધી મંડળ દ્વારા ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબરડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સમિતિનું ડેલીગેશન સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું.કોંગ્રેસ આગેવાનો દ્વારા સાબરડેરી દ્વારા ખરીદવામાં આવતા દૂધમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
જોકે આંકડાકીય વિગતો સાથે સાબરડેરીમાં કેટલું દૂધ સંપાદન કરવામાં આવે છે,અને આ વિવાદ છેડાયા બાદ કેટલું દૂધ હાલ સંપાદિત થઈ રહ્યું છે તેના આંકડા પણ માંગવામાં આવ્યા હતા.અને આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદાકીય શરણું લેવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી. જોકે સાબરડેરીના એમડી સુભાષ પટેલે સમગ્ર બાબતે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા હતા.