/connect-gujarat/media/post_banners/74a2fdc8962efb3da5458e54be901abc9f7567117e58ce2a68ce4630b423ca6d.webp)
વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે. આચાર સંહિતા ભંગના કેસમાં મુદતમાં હાજર ન રહેતા કોર્ટે વોરંટ જારી કર્યું છે. આ કેસમાં હાર્દિક પટેલ હાજર ન રહ્યાં તો પોલીસ ધરપકડ કરી શકે છે. આ કેસની આગામી મુદતમાં હાર્દિક પટેલે ફરજિયાત હાજર રહેવું પડશે.મળતી માહિતી અનુસાર આ કેસ ધ્રાંગધ્રાની પ્રિન્સીપલ સિનીયર સિવિલ કોર્ટમાં આ મામલે હાર્દિક પટેલ ઉપર કેસ ચાલે છે. આ કેસની મુદતોમાં હાર્દિક પટેલ હાજર ન રહેતાં કોર્ટ બગડી હતી. હવે સવાલ એ છે કે પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરી હાજર રાખે છે કે હાર્દિક પટેલ જાતે આ કેસની મુદતમાં કોર્ટમાં હાજર રહે છે. જે તે સમયે ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામે પાસની એક સભા યોજાઈ હતી. આ સભામાં હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કરતાં ધાંગ્રધ્રા પોલીસ સ્ટેશનમાં પાસના સ્થાનિક પ્રુમખ કૌશિક પટેલ અને હાર્દિક પટેલ સામે ફરિયાદ થઈ હતી. હવે હાલમાં હાર્દિક વિરમગામનો ધારાસભ્ય છે. આમ સ્થાનિક કોર્ટે ભાજપના ધારાસભ્ય સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે