/connect-gujarat/media/media_files/2025/11/30/panchmahal-police-2025-11-30-18-07-21.jpg)
ગુજરાતમાં પશુઓની સુરક્ષા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. પંચમહાલ જિલ્લામાં ગૌવંશને બચાવવા માટે પોલીસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે પંચમહાલ પોલીસ દ્વારા એક ખાસ સ્ક્વોર્ડ બનાવવામાં આવી છે. પોલીસ વિભાગમાં ખાસ કુનેહ ધરાવતા જવાનો અને અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ગૌવંશની હત્યા, ચોરી અને ગૌ માંસની હેરાફેરી કરતા વાહન પર પોલીસ નજર રાખશે.
ગૌવંશની ચોરી અને માંસની હેરાફેરી કરનારા શખ્સોને ઝડપી લેવા માટે હવે પોલીસની આ ખાસ ટીમ કામગીરી કરશે. જિલ્લામાં ગૌવંશને બચાવવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ ગૌવંશની હેરાફેરી પર ચાંપતી નજર રાખશે. આ પ્રાણીને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડનારની હવે ખેર નથી. જો પોલીસના હાથે ઝડપાશે તો મોટી કાર્યવાહી કરવામાં આવશે.