અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત 'બિપરજોય' આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ટકરાય એવી સંભાવના છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત 'બિપરજોય' હવે ગુજરાતની નજીક પહોંચ્યુ છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. મુખ્યમંત્રીએ પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામના સરપંચો સાથે ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી.