Connect Gujarat
ગુજરાત

દાહોદ: નગર સેવક સહિત 5 લોકો IPLની મેચ પર સટ્ટો રમતા ઝડપાયા,પોલીસે 5 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો

દર્પણ સિનેમા રોડ પર આવેલ લોયન્સ ગ્રૃપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં આઈ.પી.એલ.ક્રિકેટ મેચનો જુગાર સટ્ટો રમાતો હોવાની દાહોદ બી. ડિવીઝન પોલીસને બાતમી મળી હતી.

X

દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા દાહોદ નગર પાલિકાના નગર સેવક સહિત 5 આટોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ પર આવેલ લોયન્સ ગ્રૃપ ફાઈનાન્સ રીકવરી ઓફિસમાં આઈ.પી.એલ.ક્રિકેટ મેચનો જુગાર સટ્ટો રમાતો હોવાની દાહોદ બી. ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. કાફલો આ ઓફિસ ખાતે પહોંચી ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ જુગારીઓ પૈકી દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના નગર સેવક ઈસ્તીયાક અલી સોકત અલી સૈયદ સાથે સાથે વિજય ભારવાણી, સંજયકુમાર ભાટીયા, આમીન અલીને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.જ્યારે અન્ય આરોપીઓ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા 3 લાખ રૂપીયા રોકડા, 19 મોબાઈલ ફોન, બે લેપટોપ તેમજ સ્થળ પરથી હસ્તલિખિત દસ્તાવેજ જેમાં સટ્ટા, જુગારની વિગતો લખેલી છે.તેના સહિત પોલીસે કુલ રૂા. 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે છે.


Next Story