Connect Gujarat
ગુજરાત

દાહોદ : હોટલમાં નોકરી કરતા 7 બાળમજૂરો મળી આવ્યા, હોટલ માલિક વિરુદ્ધ બાળ કલ્યાણ સમિતીની કાર્યવાહી..!

આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે

X

દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટમાંથી 7 જેટલા બાળ મજૂરો મળી આવતા નોકરી પર રાખનાર હોટલ માલિક સહીત આ ગુન્હામાં સંડોવાયેલ તમામ લોકો વિરુદ્ધ બાળ કલ્યાણ સમિતી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે પરિવારોની આર્થિક સંકળામણ નાના અને ગરીબ પરિવારોમાંથી આવતા પરિવારોના નાના બાળકો ભણવાની ઉંમરે બાળ મજુરી કરવા મજબૂર બન્યા છે પરિવારની આર્થિક પરિસ્થિતિ તેમજ તેમના મા-બાપને આર્થિક રીતે મદદરૂપ કરવા માટે નાના બાળકો ભણતર છોડી બાળ મજૂરીમાં જોતરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેવામાં દાહોદ જિલ્લામાં શ્રમ રોજગાર કચેરી દ્વારા ટાસ્ક ફોર્સનું ગઠન કરી બાળ મજૂરી નાબૂદી અંગેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ શહેરના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં ટાસ્ક ફોર્સ દ્વારા ઓચિંતો દરોડો પાડતા 7 જેટલા બાળમજૂરો મળી આવ્યા હતા. આ તમામ બાળમજૂરોને બાળ કલ્યાણ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમજ તેમના વાલી વારસોને બોલાવી દસ્તાવેજ અંગેની ખરાઈ કર્યા બાદ તેઓના બાળકોને પુનઃ બાળ મજૂરીએ ન મોકલવાની શરતે પુનઃ સ્થાપન માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. જોકે, એક જ હોટલમાંથી પકડાયેલા 7 બાળમજૂરો પૈકી 3 બનાસકાંઠાના, 1 રાજસ્થાનનો, 1 નેપાલનો અને 2 દાહોદ જિલ્લાના મળી 7 જેટલા બાળ મજૂરોને નોકરી પર રાખનાર હોટલ માલિક તેમજ આ બાળ મજૂરોને મજૂરીએ લાવનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story