Connect Gujarat
ગુજરાત

દાહોદ:સાંકળથી બંધાયેલી સંગીતા નામની યુવતીને પાંચ વર્ષે મુક્ત કરાવાઇ, જુઓ શું છે હ્રદયદ્રાવક કહાની

બાવકા ગામે પંદર વર્ષથી અસ્થિર મગજની અને પાંચ વર્ષથી એકજ સ્થાને સાંકળે બંધાયેલી યુવતીને મુક્ત કરી સારવાર અર્થે લઈ જવામાં આવી છે

X

દાહોદના બાવકા ગામે પંદર વર્ષથી અસ્થિર મગજની અને પાંચ વર્ષથી એકજ સ્થાને સાંકળે બંધાયેલી યુવતીને મુક્ત કરી સારવાર અર્થે લઈ જવામાં આવી છે ત્યારે આવો જોઈએ શું છે આ યુવતીની કહાની..

દાહોદ જિલ્લાના બાવકા ગામના ગામતળ ફળિયામાં માનસિક રીતે અસ્થિર અને છેલ્લા પાંચ વર્ષથી સાંકળે બંધાયેલી 38 વર્ષીય યુવતીની માહિતી ડાયનામિક વિકાસ ટ્રસ્ટની મહિલાને અપાય હતી ત્યારબાદ તે સેવાભાવી મહિલાએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલી જય અંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમ ખાતે જાણ કરાતા તારીખ 13મી એપ્રિલના રોજ બાવકા ખાતેના ગામ તળ ફળિયામાંથી આખરે બાયડની સામાજિક સંસ્થા પોતાના ત્યાં સારવાર અર્થે મંદ બુદ્ધિની યુવતીને લઈ જવાય ફિલ્મી કથા જેવી આ સમગ્ર ઘટનામાં બેડીયે બંધાયેલી યુવતીને સામાજિક સંસ્થાની એમ્બયુલેન્સ લેવા આવી ત્યારે ભારે લોકટોળાં ઉમટ્યા હતા. જોકે આશ્ચર્ય વચ્ચે યુવતીને જો છુટ્ટી મુકવામાં આવે તો ભારે તોફાન અને ઉત્પાત મચાવી આવતા જતા લોકોને અને અડોસ પાડોસના લોકોને છુટા પથ્થરો મારતી હોવાનું કેહનાર ગામલોકોને ખુબ જ શાંતિમાં એમ્બયુલન્સમાં બેસેલી અને મને અહીંથી લઇ જાવ મચ્છરો બહુ કરડે છે તેવા તેના ઉદ્દગારોએ ગામલોકોને અચંબામાં મૂકી દીધા છે. પગની બેડીએ બંધાયેલી નિર્વાસ્ત્ર જણાતી આ યુવતીની બેડીઓ સાંકળો કાપવામાં આવી ત્યારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. યુવતીને નર્સ બનવાની તમન્ના રાખતા માતા પિતાના અરમાનો પાણીમાં વહી ગયા હતા. યુવતીની આ બેડીઓ વાલી યાત્રાની સિલસિલા બંધ વિગતો કઠણ કાળજાના માનવીને હચમચાવી મૂકે તેમ છે. સામાજિક સેવા સંસ્થાની એમ્બયુલેન્સમાં આ અસ્થિર મગજની યુવતીને બેસાડવા આવી ત્યારે તેના માતા પિતાનું હૈયાફાટ રૂદન વાતાવરણને વધુ ગંભીર બનાવી રહ્યું હતું.ત્યારે 6 મહિનામાંજ રિકવરી લાવી દેવાની બાયડની સેવા ભાવિ સંસ્થાએ અસ્થિર મગજની યુવતીને લઈ જવાય હતી

Next Story