દાહોદ : બાવકા ગામે તરછોડાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર...

નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

New Update
દાહોદ : બાવકા ગામે તરછોડાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર...

ગરબાડા તાલુકાના બાવકા ગામનો ચકચારી બનાવ

રસ્તા પરથી નવજાત બાળક મળી આવતા ચકચાર

બાળકને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયું

નિષ્ઠુર જનેતા વિરુદ્ધ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરાયો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામેથી રસ્તા પરથી નવજાત બાળક મળી આવતા પોલીસ બંદોબસ્ત સાથે 108ની ટીમે બાળકને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો બનાવ બાવકા ગામના જંગલ વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ અજાણી નિષ્ઠુર જનેતા તાજા જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં ત્યજી ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

બનાવના પગલે સ્થાનિકોએ 108 ઇમરજન્સી તેમજ પોલીસ તંત્રને જાણ કરી હતી, ત્યારે ઈમરજન્સી 108 તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,અને નવજાત બાળકનો કબ્જો મેળવી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત છે. તો બીજી તરફ, આવું કૃત્ય કરનાર અજાણી નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવા સાથે જેસાવાડા પોલીસે આગળની તપાસ આદરી છે.