દાહોદ : પુરપાટ ઝડપે દોડી આવેલ એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ સવાર 2 યુવતીઓને ટક્કર મારી, બન્ને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ સવાર 2 યુવતીઓને ટક્કર મારી અકસ્માત સર્જ્યો, 2 યુવતીઓ ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

New Update
  • સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે એમ્બ્યુલન્સ અને મોપેડ વચ્ચે અકસ્માત

  • ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ સવાર 2 યુવતીઓને ટક્કર મારી

  • યુ-ટર્ન લેતી વખતે મોપેડ સવારને એમ્બ્યુલન્સ ચાલકે અડફેટમાં લીધી

  • એમ્બ્યુલન્સ - મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડ્યા

  • ઈજાગ્રસ્ત યુવતીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી 

દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્વામી વિવેકાનંદ ચોક ખાતે યુ-ટર્ન લેતી વખતે મોપેડ સવાર 2 યુવતીઓને પુરપાટ ઝડપે દોડી આવેલ ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અડફેટમાં લીધી હતી.

દર્દીનો જીવ બચાવવા દોડતી ખાનગી એમ્બ્યુલન્સે 2 યુવતીઓના જીવ જોખમમાં મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતાજ્યાં બન્ને ઈજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફએમ્બયુલન્સમાં પણ એક દર્દી ક્રિટિકલ કન્ડિશનમાં હોવાથી એમ્બયુલેન્સને તુરંત જ સ્થળ પરથી રવાના કરવામાં આવી હતી. આ તરફબનાવની જાણ થતાં જ ઇજાગ્રસ્ત યુવતીઓનો પરીવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

Latest Stories