દાહોદ : હોળી-ધૂળેટી બાદ ખંગેલા ગામે યોજાતો બાબા ગળદેવનો મેળો, જુઓ આદિવાસી સમાજની અનોખી પરંપરા

ખંગેલા ગામે હોળી-ધૂળેટી બાદ બાબા ગળદેવનો મેળો યોજાયો હતો. જેમાં અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા શ્રદ્ધાળુઓ આવી પહોચ્યા હતા.

દાહોદ : હોળી-ધૂળેટી બાદ ખંગેલા ગામે યોજાતો બાબા ગળદેવનો મેળો, જુઓ આદિવાસી સમાજની અનોખી પરંપરા
New Update

દાહોદ જિલ્લાના ખંગેલા ગામે હોળી-ધૂળેટી બાદ બાબા ગળદેવનો મેળો યોજાયો હતો. જેમાં અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા શ્રદ્ધાળુઓ આવી પહોચ્યા હતા.

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે. આ જિલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરીએ અર્થે જતા હોય છે, અને હોળીના તહેવાર પહેલા તેઓ પોતાના માદરે વતન આવતા હોય છે, ત્યારે હોળીના પર્વ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે. આ જિલ્લામાં હોળી-ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ-ગધેડાનો મેળો, ચાડિયાનો મેળો અને ચુલના મેળાઓ યોજતા હોય છે, ત્યારે તેવો જ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો જેને બાબા ગળદેવનો મેળો કહેવામાં આવે છે. ખંગેલા ગામે ભરાતા મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે, જ્યાં 10 લોકોની માનતાઓ પૂર્ણ થતા તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા. અહી બાબા ગળદેવને દારૂની ધાર ચઢાવવામાં આવે છે, તે બાદ બકરાની બલી ચઢાવાવમાં આવે છે. 25 ફુટ ઉંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચઢાવી તેને દોરડા વડે બાંધીને 20 ફુટ લાંબા લાકડાને નીચેથી મેડા પરિવારના લોકો દ્વારા ફરતે ગોળ ફેરવીને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં બાબા બળદેવના મેળામાં શ્રદ્ધાળુઓ માટે સંગાડિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

#Gujarat #CGNews #Dahod #Holi #Baba Galdev #fair #Khangela village #tribal society
Here are a few more articles:
Read the Next Article