Connect Gujarat
ગુજરાત

દાહોદ:PM મોદીના આગમન પૂર્વે DGP આશિષ ભાટીયએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, મોદી આપશે આદિવાસી સંમેલનમાં હાજરી

વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજ્યના પોલીસ મહાનિર્દેશક દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના સભા સ્થળે નિરીક્ષણ કરી સ્થાનિક વહીવટી તંત્ર સાથે મેરેથોન મિટિંગ યોજી હતી

X

વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજ્યના પોલીસ મહાનિર્દેશક દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના સભા સ્થળે નિરીક્ષણ કરી સ્થાનિક વહીવટી તંત્ર સાથે મેરેથોન મિટિંગ યોજી હતી

આગામી ૨૦મી એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી દાહોદ ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્રારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રીના પ્રોટોકોલ તેમજ સુરક્ષાના પગલે રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્ર દ્રારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.પોલીસ તંત્ર દ્રારા પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે

ત્યારે રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, રેન્જ આઇજી એમ એસ ભરાડા, આઈપીએસ સુભાષ ત્રિવેદી અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જેમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા હતા ત્યારબાદ જિલ્લા સેવા સદન ખાતે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાના વડપણ હેઠળ તમામ ઉચ્ચ અધિકારી સાથે મેરેથોન બેઠક યોજી હતી

Next Story