Connect Gujarat
ગુજરાત

દાહોદ: પોષણ સુધા યોજના અંતર્ગત ધાત્રી મહિલાઓને અપાયો લાભ, કૂપોષણની સંખ્યામાં થયો ઘટાડો

દાહોદ જીલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડિયામાં છ દિવસ સગર્ભા અને ધાત્રી મહિલાઓને ગરમ ભોજન આપવામાં આવે છે

X

દાહોદ જીલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડિયામાં છ દિવસ સગર્ભા અને ધાત્રી મહિલાઓને ગરમ ભોજન આપવામાં આવે છે જેના કારણે કૂપોષણની સંખ્યામાં ઘટાડો થયો છે

ગુજરાત સરકારે છેલ્લા ૧૦૦ દિવસમાં લોહીની ઉણપ ધરાવતી ૧૮ હજારથી વધુ મહિલાઓને પોષણ પુરુ પાડ્યું છે. અપૂરતા પોષણના કારણે એનીમિયાનો ભોગ બનેલી સગર્ભા માતાઓની ઓળખ કરી માતા મૃત્યુદર ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.આ છે દાહોદ જિલ્લાના છાપરી ગામનું નંદઘર. એક તરફ આ નંદઘરમાં બાળકોને ફૂલ માની ખીલવા માટેની તક પૂરી પાડવામાં આવે છે અને બીજી તરફ કુપોષણથી પીડાતી મહિલાઓને પોષણ પુરુ પાડવામાં આવે છે. અહીં પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડિયામાં છ દિવસ સગર્ભા અને ધાત્રી મહિલાઓને ગરમ ભોજન આપવામાં આવે છે અહીં બહેનોને અહીં આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તો અપાય જ છે.સાથોસાથે આરોગ્ય અંગેનું શિક્ષણ પણ પુરુ પડાય છે. આ પહેલના પગલે કુષોપણથી પીડાતી બહેનોના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં ૩ હજાર ૫૬ આંગણવાડીઓમાં સગર્ભા અને ધાત્રી માતાને પોષક આહાર આપવામાં આવે છે.

Next Story