દાહોદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફતેપુરામાં ગજવી સભા, ભાજપના ઉમેદવારને વિજય બનાવવા કરી અપીલ

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે

New Update
દાહોદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફતેપુરામાં ગજવી સભા, ભાજપના ઉમેદવારને વિજય બનાવવા કરી અપીલ

ફતેપુરા ખાતે ભાજપ દ્વારા યોજાયું વિજય વિશ્વાસ સંમેલન

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

ભાજપના ઉમેદવારને વિજય બનાવવા કરી લોકોને અપીલ

કોંગ્રેસના સાશનમાં થયા છે અનેકો કૌભાંડો : ભુપેન્દ્ર પટેલ

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતી

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત ભૂરીબા પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા. જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી.

આ સાથે દેશમાં ભાજપને ચૂંટણીમાં 400થી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે, ત્યારે હવે વિકાસ અને પર્ફોમન્સના નામે ચૂંટણી યોજાય રહી છે. કોંગ્રેસના સાશનમાં કેટલા કૌભાંડો થયા છે, એની ચર્ચાઓ થતી હતી. આજે કેટલા કૌભાંડીઓ જેલમાં છે, એની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

ફતેપુરા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડીંડોર, રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ, ધારાસભ્યો મહેશ ભુરીયા, શૈલેષ ભાભોર, રમેશ કટારા, મહેન્દ્ર ભાભોર, કનૈયાલાલ કિશોરી, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનના પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ફોટાઓ સાથે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનો ફોટો લગાડવામાં આવ્યો હતો, આ ફોટાને છુપાવવા માટે સફેદ સ્ટીકર મારી દેવાતા કાર્યકર્તાઓમાં કુતુહલ સર્જાયુ હતુ, જ્યારે જશવંતસિંહ ભાભોરના વિરોધીઓએ આ સ્ટીકર માર્યુ હોય તેવી કેટલાક લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો.

Read the Next Article

'હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીંતર તમે ગાયબ થઈ જશો', અમિત શાહે ઉત્તરાખંડ રોકાણ મહોત્સવમાં કોંગ્રેસને ચેતવણી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત 'ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ'માં ભાગ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં

New Update
df

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત 'ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ'માં ભાગ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ કાર્યોની પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે જે લોકો એક સમયે કહેતા હતા કે નાના રાજ્યોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય, આજે એ જ ઉત્તરાખંડ વિકાસના શિખર પર પહોંચી રહ્યું છે. શાહે કહ્યું કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ બચાવી લીધો હતો અને હવે તે લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેથી ચારધામ યાત્રા આખું વર્ષ ચાલુ રહી શકશે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું, 'જ્યારે ઉત્તરાખંડના લોકો રાજ્યની માંગણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. ઉત્તરાખંડ ભાજપ અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા બનાવવામાં આવ્યું હતું.' તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી- 'જ્યારે રાજ્યને ફાયદો થઈ રહ્યો હોય, ત્યારે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીંતર તમારામાંથી જે કંઈ બચ્યું છે તે પણ ગાયબ થઈ જશે.'

અમિત શાહે કહ્યું કે જ્યારે કેટલાક કાર્યકરો ઓલ વેધર રોડ પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મોદી સરકારે પોતાના વકીલોને સુપ્રીમ કોર્ટમાં મોકલીને આ પ્રોજેક્ટને રોકવા દીધો નહીં. પરિણામે, આ રોડ પ્રોજેક્ટ હવે સફળતાપૂર્વક ચારધામ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે. આનાથી પ્રવાસીઓ આખું વર્ષ ઉત્તરાખંડ આવી શકશે.

શાહે ઉત્તરાખંડના આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કર્યો અને કહ્યું - 'આ તે ભૂમિ છે જ્યાં એક જ્યોતિર્લિંગ, ત્રણ શક્તિપીઠ, ચાર ધામ, પંચ કેદાર, પંચ પ્રયાગ અને સપ્ત બદ્રી જેવા પવિત્ર સ્થળો આવેલા છે. રાજ્યના વિકાસને કોઈ રોકી શકતું નથી, જેનો દરેક ભાગ શ્રદ્ધાથી ભરેલો છે.'

મોદી સરકારની સિદ્ધિઓ પર બોલતા અમિત શાહે કહ્યું- 'પહેલા એવું કહેવામાં આવતું હતું કે જો માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગનો વિકાસ થાય છે, તો ગરીબો સમૃદ્ધ થઈ શકતા નથી, પરંતુ મોદીજીએ આ માન્યતા તોડી નાખી.' તેમણે કહ્યું કે મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને ગરીબ કલ્યાણ માટે ડઝનબંધ યોજનાઓ શરૂ કરી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, પહાડી રાજ્ય હોવા છતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના પ્રયાસોને કારણે, ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવ્યું છે. 2023ના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં હસ્તાક્ષર કરાયેલા 3.56 લાખ કરોડ રૂપિયાના એમઓયુમાંથી 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ જમીન પર ઉતરી ગયું છે. આજે રુદ્રપુરમાં 1,271 કરોડ રૂપિયાના પાંચ ઉદ્ઘાટન અને 14 શિલાન્યાસ કરવામાં આવ્યા.

શાહે કહ્યું, 'અટલજીએ ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા ત્રણ નવા રાજ્યો બનાવ્યા અને મોદીજીએ તેમને સુધારવા માટે કામ કર્યું.' 'જ્યારે અટલજી ગયા, ત્યારે ભારત 11મું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને મોદીજીએ ભારતને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે.' '2027 સુધીમાં, આપણે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનીશું - તમે તે લખી શકો છો.'

અમિત શાહે કહ્યું કે ઉત્તરાખંડની નદીઓ ભારતના અડધા ભાગને પીવાનું પાણી, સિંચાઈ માટે પાણી અને જીવનની ગતિ પૂરી પાડે છે. અહીંના સંતો અને મહાત્માઓ ગંગાના કિનારે હજારો વર્ષોથી સંસ્કૃતિનું જતન અને વિકાસ કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે, જે તેને ખાસ બનાવે છે.