Connect Gujarat
ગુજરાત

દાહોદ: ક્રાઇમ બ્રાન્ચે વિવિધ જીલ્લામાં ચોરીના ગુનાને અંજામ આપનાર 2 આરોપીની કરી ધરપકડ

દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

X

દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

દાહોદ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે જિલ્લાના લીમખેડા ગામે ધાનપુર ચોકડી ઉપર બે ઈસમો સોના-ચાંદીના શંકાસ્પદ દાગીના વેચવા નીકળ્યાં હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે બંન્ને ઈસમોને ઝડપી પાડ્યાં હતાં અને તેઓને પોલીસ મથકે લાવી તેઓની સઘન પુછપરછ કરતાં બંન્નેએ પોત પોતાના નામ કલ્પેશ ઉર્ફે પટ્ટી પરશુભાઈ કાળીયાભાઈ મોહનીયા અને નરેશભાઈ પરશુભાઈ કાળીયાભાઈ મોહનીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસની પુછપરછમાં તેઓના જણાવ્યાં અનુસાર, તેઓએ સુરત ગ્રામ્ય, વડોદરા શહેર હરણી, વ્યારા, બારડોલી, ભરૂચ, ધાનપુર જેવા ગામોના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારે બીજી તરફ સુરત ગ્રામ્ય તેમજ વડોદરા જીલ્લામાં એક દિવસ અગાઉ આ બંન્નેએ ઘરફોડ ચોરીને અંજામ આપી દાહોદ ખાતે આવી પહોંચ્યાં હતા પોલીસે તેઓ પાસેથી રૂ.૬.૩૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story