Connect Gujarat
ગુજરાત

દાહોદ: કરોડો રૂપિયાની યોજના પાણીમાં, વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો

સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વોટર સ્ટ્રોમની લાઈનના ઢાંકણા ઉચા કરીને પાણીનો નીકાલ કરાયો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

X

દાહોદના સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વોટર સ્ટ્રોમની લાઈનના ઢાંકણા ઉચા કરીને પાણીનો નીકાલ કરાયો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત વરસાદી પાણીના નીકાલ માટે વોટર સ્ટ્રોમ લાઈન નાખવામાં આવી છે જેમાં વરસાદી લાઈન પહેલા પણ ચોમાસાના પાણીનો ભરાવો રોડ પર જોવા મળ્યો હતો પરંતુ કરોડો રૂપિયાની સ્માર્ટ સીટી અંતર્ગત વરસાદી પાણીના નીકાલ માટે લાઈન શહેરમાં દરેક જગ્યાઓ ઉપર નાખવામાં આવી છે અને વરસાદી પાણી લાઈનમાં થઈ અને એસ.ટી.પી.પ્લાન્ટમાં જાય તે માટેની યોજના છે પરંતુ દાહોદ શહેરમાં તારીખ 6 સપ્ટેમ્બરના રોજ વરસાદની એન્ટ્રીના કારણે સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા.ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેમાં સ્ટ્રોમ વોટર લાઈનના ઢાંકણા ઉચા કરીને વરસાદી પાણીનો નીકાલ કરવામાં આવ્યો હતો જેમાં સ્ટેશન રોડ ચાર થાંભલાથી લઈને સરસ્વતી સર્કલ સુધી વરસાદી પાણી રોડ ઉપર ભરાયા હતા અને તેના કારણે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ ઉભી થઈ હતી ત્યારે તાત્કાલિક દોડી આવેલા કર્મીઓએ સ્ટ્રોમ વોટર લાઈનના ઢાંકણા ઉચા કરીને વરસાદી પાણીનો નીકાલ કરવામાં આવ્યો હતો

Next Story