દાહોદ : મહિલા મંડળ દ્વારા આયોજીત ફાગ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય...

દાહોદ શહેર ખાતે મહિલા મંડળ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ : મહિલા મંડળ દ્વારા આયોજીત ફાગ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય...
New Update

દાહોદ શહેર ખાતે મહિલા મંડળ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વડીલો ઉપસ્થિત રહી ફાગ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.

વસંત પંચમી બાદ ફાગણ માસની શરૂઆતની સાથે જ જુદા જુદા તહેવારો ઉજવવાની પરંપરા ચાલતી આવી છે, ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના એક માસ પહેલાથી જ ઢોલમેળો, આમલી અગિયારસનો મેળો અને ફાગ મહોત્સવ સહિતના તહેવારો ઉજવવાની પરંપરા છે. દાહોદ શહેરના ત્રિવેણી એપાર્ટમેન્ટ ખાતે મહિલા મંડળ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ દ્વારા કૃષ્ણ તેમજ રાધા બની ઇકો ફ્રેન્ડલી રંગબેરંગી રંગોથી ફાગ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓએ સંગીત તેમજ ઢોલના તાલે રાસ, ઘુમર અને ગરબે ઘૂમી હતી. સાથે સાથે ફાગ મહોત્સવની ઉજવણી દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

#organized by Mahila Mandal #Fag Mahotsav #Dahod #Connect Gujarat #WomenCongregation #Gujarat #celebrated with fanfare
Here are a few more articles:
Read the Next Article