/connect-gujarat/media/post_banners/26993abdf40acef9ce9c3d18e1152b131a841b4012001e6738b86f490a4c5f3e.jpg)
દાહોદના છાપરી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
દાહોદના છાપરી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા અને આજુબાજુના લોકોને જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આગ લાગવાની જાણ દાહોદના ફાયર બ્રિગેડને કરાતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે સાધન સામગ્રી લઈને દોડી આવ્યા હતા અને લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ કયા કારણોસર લાગી છે તે તો હાલ જાણવા નથી મળ્યું પરંતુ આગ લાગવાની ઘટનાથી લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું ભીતિ સેવાઇ રહી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જોકે આગ લાગવાની ઘટનામાં કોઈને પણ જાનહાની થવા નથી પામી, પરંતુ લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે