Connect Gujarat
ગુજરાત

દાહોદ : ભુત પગલાના જવાનનું પંજાબમાં હદયરોગના હુમલાથી મોત, સન્માન સાથે અંતિમ વિદાય

દાહોદ જિલ્લાના ભુતપગલા ગામના જવાનના મૃતદેહને વતનમાં લાવવામાં આવતાં તેની અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું

X

દેવગઢબારિયાના ભુતપગલાના વતની પ્રદિપસિંહ બારીયા છેલ્લા 17 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. તેમને પંજાબમાં ફરજ દરમિયાન છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડયા હતાં પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પંજાબથી વતન ભુતપગલાં ગામે લાવવામાં આવ્યો હતો.

મૃતક જવાનને અંતિમ વિદાય આપવા માટે પુર્વ મંત્રી બચુભાઇ ખાબડ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. ગાર્ડ ઓફ ઓનર સાથે મૃતકની નીકળેલી અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.https://youtu.be/i95cIqqTeC8

Next Story
Share it