દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હોવાનું સામે આવ્યુંછે.જેમાં જાલત, ગમલા, તેમજ ચંદવાણા તથા સુખસર, ફતેપુરા જેવા તાલુકા મથકોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
તેમાંય ખાસ કરીને ગમલા તથા આસપાસના ગામોમાં ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો ધારાશાયી થયા છે. તો બીજી તરફ મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થતા સંખ્યાબંધ વીજ પોલો,વીજ ટ્રાન્સફમર તથા 300 વર્ષ કરતા પણ જુના ચામુંડા માતાનું સ્થાનક પણ આવા વાવાઝોડાની ઝપટમાં આવી જતા જમીનદોસ્ત થઈ જવા પામ્યો છે. તો વાવાઝોડાની પ્રચંડતા એટલી હતી કે આ વાવાઝોડાની ચપેટમાં આવેલા વજનદાર લોખંડનું કેબીન પણ હવામાં ફંગોળાઈ ગયુ હતુ