Connect Gujarat
ગુજરાત

દાહોદ: આ આદિવાસી વાનગી એકવાર ચાખશો તો તમને લાગશે ચટકો ! માણો દાલ પાનિયાની લિજ્જત

ગુજરાતની એક વિશેષ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ગજબનું વૈવિધ્ય છે. ભાષા,બોલી,પહેરવેશ અને ખાનપાનનું આ વૈવિધ્ય માણવા જેવું છે. તો ચાલો, માણીએ આદિવાસી જિલ્લા દાહોદ જિલ્લાના ભોજનના વૈવિધ્યને.

X

ગુજરાતની એક વિશેષ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ગજબનું વૈવિધ્ય છે. ભાષા,બોલી,પહેરવેશ અને ખાનપાનનું આ વૈવિધ્ય માણવા જેવું છે. તો ચાલો, માણીએ આદિવાસી જિલ્લા દાહોદ જિલ્લાના ભોજનના વૈવિધ્યને.

આ છે દાહોદના ધાનપુર તાલુકાનું મેનપુર ગામ. અહીં મોટાભાગે આદિવાસીઓની વસ્તી છે. આ આદિવાસી બાંધવો આજે પણ તેમની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. આદિવાસીઓની ભોજન સંસ્કૃતિના આવા જ એક સંવર્ધક છે દિનેશ રાઠોડ. તેઓ પરંપરાગત રીતે બનતા વનભોજન 'દાલ પાનિયા' બનાવવામાં પારંગત છે. દિનેશભાઈએ સમજાવ્યું હતું કે કેવી રીતે આ સ્વાદિષ્ટ વાનગી બને છે. દાલ પાનિયા સામાન્ય રીતે શિયાળામાં બને છે. આદિવાસીઓ વિવિધ પ્રસંગોમાં તેની લિજ્જત માણે છે. અહીં આવતા પર્યટકો પણ આ આદિવાસી વ્યંજનનો આનંદ જરુરથી ઉઠાવે છે.

Next Story