Connect Gujarat
ગુજરાત

દાહોદ:કલેકટર કચેરીના પ્રાંગણમા દારૂના નશામાં ચકનાચૂર પોલીસકર્મીનું હવામાં ફાયરિંગ,પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ જિલ્લાના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા કલેકટર કચેરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

X

દાહોદ જિલ્લાના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા કલેકટર કચેરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

દાહોદ શહેરમાં કલેકટર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરત પટેલિયા સાંજના સમયે પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ ઘરે જવાના સમયમાં દારૂનું સેવન કર્યા બાદ રાજા પાઠમાં આવી ગયા હતા અને પોતાના કબજાની ઇન્સાસ રાયફલ વડે કલેકટર કચેરી પ્રાંગણમાં જ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.જોકે બનાવ બાદ કલેકટર કચેરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જે બાદ ફરજ પરના અન્ય કર્મચારીઓએ ફાયરિંગના બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરતા થોડીક જ વારમાં આવી પહોંચેલી બી ડીવીઝન પોલીસના જવાનોએ નશામાં ધૂત ભરતભાઈ વિનોદભાઈ પટેલિયાની અટકાયત કરી રાયફલને કબજે લીધી હતી અને આ બનાવ સંદર્ભ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી

Next Story