Connect Gujarat
ગુજરાત

દાહોદ: કરોડો રૂપિયાના કૌભાંડમાં રિટાયર્ડ IAS નિનામા બાદ જિ.પં.ના કાર્યપાલક ઈજનેરની ધરપકડ

દાહોદ જિલ્લામાં પાંચ વર્ષ દરમિયાન 6 જેટલી બોગસ સરકારી કચેરીઓ ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનો ઘટસ્ફોટ થયા બાદ એક બાદ એક આરોપીઓ પોલીસની પકડમાં આવવા લાગ્યા છે.

X

દાહોદ જિલ્લામાં પાંચ વર્ષ દરમિયાન 6 જેટલી બોગસ સરકારી કચેરીઓ ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનો ઘટસ્ફોટ થયા બાદ એક બાદ એક આરોપીઓ પોલીસની પકડમાં આવવા લાગ્યા છે. દાહોદ પોલીસે જિલ્લા પંચાયતના નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

દાહોદમાં છ જેટલી નકલી સરકારી કચેરીઓ બનાવી 18 કરોડથી વધુનું કૌભાંડ મામલે પ્રાયોજના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા દાહોદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ મામલે તત્કાલીન પ્રાયોજના અધિકારી બી.ડી.નિનામાની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિનામાના રિમાન્ડ દરમિયાન જિલ્લા પંયાતના નાની સિચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચાનું નામ ખૂલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. ઈશ્વર કોલચાએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. દાહોદ પ્રાયોજના કચેરી માંથી 2019 થી 2022 સુધી પ્રાયોજના વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળનારા બી.ડી. નીનામાએ નકલી કાર્યપાલક ઇજનેરની 6 બોગસ સરકારી કચેરીઓને 100 પૈકી સૌથી વધુ 82 કામોની વહીવટી મંજૂરીઓ આપીને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટના નાણાં ફાળવ્યા હતા. એમા દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્ર બહારની કાર્યપાલક ઇજનેર નર્મદા સિંચાઈ નહેર વિભાગ નં 3 ડભોઇ (વડોદરા)ની બોગસ સરકારી કચેરીને એક જ વર્ષમાં સૌથી વધારે 46 કામોની વહીવટી મંજૂરીઓ આપીને દસ કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટના નાણાંની ખેરાત કરતો વહીવટ કર્યો હતો.જો કે ચકચાર ભર્યા 6 બોગસ સરકારી કચેરીઓના બહાર આવેલા મહાકૌભાંડના ગુનામાં તત્કાલીન સમયના પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામાં આખરે આરોપી બનીને દાહોદ પોલીસ તંત્રની તપાસો ના સકંજામાં આવી જતા અત્યાર સુધી વણ ઉકલ્યા રહેલા સ્ફોટક રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ છે.

Next Story