Connect Gujarat
ગુજરાત

દાહોદ : બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે નડિયાદના મામા-ભાણેજની પોલીસે કરી ધરપકડ...

રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે.

X

રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે. જેમાં મુખ્ય સૂત્રધાર કહી શકાય એવા નડિયાદના મામા અને ભાણેજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં જેમની સીધે સીધી સંડોવણી હતી, અને સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અબુ બક્કર સાથે દરેક બાબતોમાં ખભેથી ખભો મિલાવી કૌભાંડ આચરનાર અને નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપુતને શોધનાર એજાજ ઝાકીરઅલી સૈયદ તેમજ વ્યવસાયે ડોક્ટર અને મુખ્ય સૂત્રધાર અબુ બક્કર તેમજ એજાજના સગા ભાણેજની દાહોદ પોલીસે નડિયાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં દિવસ દરમિયાન બંનેની પુછપરછોનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ બન્ને આરોપીઓને જજીસના બંગલે રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરાય હતી. જેમાં કોર્ટે બન્નેના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં અત્યારસુધી નકલી કચેરી ધમધમતી કરનાર સંદીપ રાજપુત, અંકિત સુથાર, એજાજ, અબુબક્કર સૈયદ, જાવેદ સૈયદ, ડોક્ટર સૈયદ સેફ અલી સૈયદ સહિતના 6 ભેજાબાજો તેમજ 2 સરકારી બાબુઓ મળી અત્યારસુધી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મીની હાર્ટ અટેકના લીધે હોસ્પિટલાઈઝ રહેલા અને આ પ્રકરણના માસ્ટર માઈન્ડ અબુબક્કર સૈયદને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાતા તેને હાલમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Next Story